Vadodara: રિક્ષા પલટી ખાતા મુસાફરો હવામાં ઉછળીને રસ્તા પર પટકાયા, 3-4 મુસાફરો ઈજાગ્રસ્ત

સોર્સ : gstv
વડોદરા-પાદરા રોડ પર પૂરપાટ ઝડપે જતી રિક્ષા પલટી ખાતા મુસાફરો હવામાં ઉછળીને રસ્તા પર પટકાયા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. રિક્ષા પલટી ખાઈ જતા સ્થાનિકો ઘટનાસ્થળે આવીને બચાવ કામગીરી કરી હતી. આ ઘટનામાં રિક્ષામાં બેઠેલા 3-4 મુસાફરોને નાની-મોટી ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
વડોદરામાં રિક્ષા પલટી ખાતા મુસાફરો હવામાં ઉછળીને રસ્તા પર પટકાયા
મળતી માહિતી મુજબ, વડોદરા-પાદરા રોડ પર બાંકો કંપનીના ગેટ પાસે પૂરપાટ ઝડપે આવતા રિક્ષા અચાનક પટલી મારી ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિકોએ રિક્ષાને સીધી કરીને લોકોને બહાર કાઢ્યા હતા. જોકે, સદનશીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.
ઘટના CCTVમાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. અકસ્માતના બનાવને લઈને પોલીસે CCTVના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

