Vadodara: અક્ષરચોક વિસ્તારમાં ડમ્પરે બાઈક સવાર યુવકને કચડ્યો, અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત

સોર્સ : gstv
વડોદરામાં વાહનોની બેફામ ગતિએ વધુ એક નિર્દોષ નાગરિકનો ભોગ લીધો છે. શહેરના વ્યસ્ત ગણાતા અક્ષરચોક વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પર ચાલકે બાઇક સવાર યુવકને અડફેટે લીધો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો છે. જે.પી. રોડ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ડમ્પર જપ્ત કર્યું છે.

