Vadodara: અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર શાહુડીનું કેટવોક, અનોખો નજારો જોઈ વાહનચાલકો રોમાંચિત
સોર્સ : gstv
વડોદરામાં રસ્તાઓ પર ટ્રાફિક અને વાહનોનો શોરબકોર સામાન્ય છે, પરંતુ ગત રાત્રે અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેણે રાહદારીઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ટ્રાફિકથી ધમધમતા આ ઓવરબ્રિજ પર એક શાહુડી લટાર મારતી જોવા મળી હતી. સામાન્ય રીતે માનવ વસ્તીથી દૂર રહેતું આ વન્ય પ્રાણી મધરાત્રે બ્રિજની વચ્ચોવચ આવી જતાં વાહનચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા. રાત્રિના સમયે જ્યારે બ્રિજ પર ટ્રાફિક ઓછો હતો, ત્યારે આ શાહુડીનું 'કેટવોક' લોકો માટે રોમાંચિત બની ગયું હતું. લોકોએ આ અનોખા મહેમાનને નિહાળવા માટે વાહનો થોભાવ્યા હતા, જેના કારણે રસ્તા પર કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું.

