Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Immense enthusiasm in Vadodara ahead of the Prime Minister's visit

Vadodaraમાં વડાપ્રધાનના આગમન પૂર્વે જબરદસ્ત ઉત્સાહ: ₹35,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, ઠેર-ઠેર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
Vadodaraમાં વડાપ્રધાનના આગમન પૂર્વે જબરદસ્ત ઉત્સાહ: ₹35,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, ઠેર-ઠેર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
સોર્સ : gstv

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન દ્વારા વડોદરામાં રૂ.35 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવશે. વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ત્રણ મુખ્ય વિભાગો રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે, જે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થવાનું ચિહ્નિત કરશે. આ ઉપરાંત રેલવેના ત્રણ અને હાઇવેના ત્રણ પ્રોજેક્ટનું શિલાન્યાસ કરવામાં આવશે.

App Store

વડાપ્રધાનની મુલાકાતને લઈને વડોદરા શહેરને શણગારવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વડાપ્રધાનના મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. રંગરોગાન, લાઈટિંગ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બીજી તરફ વડાપ્રધાનના આગમન પૂર્વે જ કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.
ઢોલ-ગરબા સાથે ઉજવણી, ડોમ હાઉસફૂલ

વડાપ્રધાનના આગમન પૂર્વે કાર્યક્રમ સ્થળે ઢોલ, ગરબા અને નૃત્ય સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સવારથી જ લોકો કાર્યક્રમ સ્થળે પહોંચવા લાગ્યા હતા અને ડોમ હાઉસફૂલ થઈ ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ જોવાઈ રહી છે અને સ્થળ પર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને ઝેન-જીના યુવાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાક યુવાઓ વડાપ્રધાનને આપવા માટે તેમના ફોટા, ચિત્રો સહિતની ભેટ લઈને પહોંચ્યા હતા. ગરબામાં યુવાનો સાથે સાંસદો અને ધારાસભ્યો પણ જોડાયા હતા.

નાયબ મુખ્યમંત્રી સહિતના આગેવાનો યુવાનો સાથે પદયાત્રા કરીને પહોંચ્યા

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વડોદરા સાંસદ હેમાંગ જોશી, પ્રદેશ મહામંત્રી અને ઝોન પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ વડોદરા મહાનગર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોની યુવાનો સાથે પદયાત્રા કરીને કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા.

ઠેર-ઠેર પોલીસ બંદોબસ્ત, વડોદરા પોલીસ છાવણીમાં ફેરવાયું

વડાપ્રધાનની મુલાકાતને પગલે શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઠેર-ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કાર્યક્રમ સ્થળ તથા આસપાસનો વિસ્તાર જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો કાર્યક્રમ સ્થળે ઉમટી પડતા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.

11 લાઇનમાં પ્રવેશ ચકાસણી, અડધો કલાક લાઇનમાં ઊભા રહેવું પડ્યું

કાર્યક્રમ સ્થળે પ્રવેશ માટે 11 લાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવેશ સમયે કાર્ડ અને સ્કેનર સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે. ચકાસણીની પ્રક્રિયાને કારણે અનેક લોકોને અડધો કલાક સુધી લાઇનમાં ઊભા રહેવાની નોબત આવી હતી. ગરમીમાં લાંબો સમય ઊભા રહેવાને કારણે લોકો પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા.
અનેક લોકોને પ્રવેશમાં મુશ્કેલી થઈ

કાર્યક્રમ સ્થળે ડોમ નજીક મીડિયા કર્મચારીઓ માટે મીડિયા સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે કેમેરા અને માઇક સાથે મીડિયા સેન્ટર સુધી પહોંચવામાં પ્રવેશની મુશ્કેલી સર્જાતા મીડિયા કર્મચારીઓ ભારે પરેશાન થયા હતા. સુરક્ષા વ્યવસ્થાના કારણે અનેક લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી સર્જાઈ હોવાની ફરિયાદો સામે આવી છે.

દૂરના પાર્કિંગથી કાર્યકરોમાં છુપો રોષ

કાર્યક્રમ સ્થળથી પાર્કિંગની જગ્યા દૂર રાખવામાં આવતા અનેક લોકોને વાહન પાર્ક કર્યા બાદ લાંબું અંતર પગપાળા ચાલીને ડોમ સુધી પહોંચવાની નોબત આવી હતી. ભાજપના અનેક હોદ્દેદારો અને કાર્યકરો સહિતના લોકોને પ્રવેશ મેળવવા માટે રઝળપાટ કરવો પડ્યો હોવાના કારણે છૂપો રોષ જોવા મળ્યો હતો.

વિરોધની શક્યતાને પગલે વિપક્ષી આગેવાનો અને કાર્યકરો પર પોલીસની નજર

બીજી તરફ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કોઈ વિરોધ કે અડચણ ઊભી ન થાય તે માટે પોલીસ દ્વારા વિપક્ષના નેતાઓ, આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ સરકાર વિરુદ્ધ વિરોધ કરી શકે તેવા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, કાઉન્સિલર આશિષ જોષી સહિત કેટલાક વિપક્ષી આગેવાનો અને સામાજિક કાર્યકરોને પોલીસે નજરકેદ કર્યા છે. કેટલાક લોકોને પોલીસ દ્વારા તેમના નિવાસસ્થાને જ રોકવામાં આવ્યા છે.