Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Crocodile torture amid floods in Vadodara, teenage girl accompanied by grandfather dragged by crocodile

Vadodaraમાં પૂર વચ્ચે મગરોનો ત્રાસ, દાદા સાથે ગયેલી કિશોરીને મગર ખેંચી ગયો

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
Vadodaraમાં પૂર વચ્ચે મગરોનો ત્રાસ, દાદા સાથે ગયેલી કિશોરીને મગર ખેંચી ગયો
સોર્સ : gstv

વડોદરામાં વિશ્વામિત્રી, ઢાઢર તેમજ અન્ય નદીઓમાં પુર આવતા મગરો માટે મુશ્કેલી વધી છે અને તેમની ભાગદોડ થવા માંડી છે. આ દરમિયાન પાદરા તાલુકામાં એક મહાકાય મગર 12 વર્ષની કિશોરીને ખેંચી ગયો હોવાનું બનાવ બનતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.

App Store

પ્રાપ્ત વિગતો મુજબ પાદરા તાલુકાના મેઢોદ ગામે 12 વર્ષીય કિશોરી આજે સવારે તેના દાદા સાથે તળાવે ગઈ હતી તે દરમિયાન હાથ પગ ધોવા જતા મહાકાય મગર તરાપ મારીને તેને પાણીમાં ખેંચી ગયો હતો. બનાવને પગલે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા.

પાદરાના આરએફ‌ઓ હર્ષલ ભાઈએ વડોદરા ફાયર બ્રિગેડ ને જાણ કરતા વાસણા ની ટીમ નદીમાં કિશોરીની શોધખોળ કરી રહી છે.

આવી જ રીતે વડોદરા નજીક દુમાડ હાઇવે ઉપર પણ રાત્રે સાડા ચાર ફૂટનો મગર આવી જતા આસપાસમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બનાવની જાણ જીવ દયા કાર્યકરોને કરતા મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.