VIDEO: Vadodaraની માંજલપુર સીટ પર પેટા ચૂંટણીની તારીખો જાહેર, યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડી હતી બેઠક
સોર્સ : gstv
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ બેઠક સ્થાનિક સ્તરે સતત ૮ ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા વરિષ્ઠ ભાજપ નેતા યોગેશ પટેલના ગત જૂન મહિનામાં થયેલા નિધનને કારણે ખાલી પડી હતી. ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર, માંજલપુર બેઠક માટે આગામી ૩૦ જુલાઈએ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને ૩ ઓગસ્ટે મતગણતરી સાથે પરિણામ જાહેર થશે. ચૂંટણી માટે ૧૪ જુલાઈએ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા યોજાશે, જ્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ ૧૬ જુલાઈ જાહેર કરવામાં આવ્યો છે. 'કાકા' તરીકે લોકપ્રિય યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક પર કોણ બાજી મારશે તેના પર સૌની નજર છે.

