Video: ગરીબોના સસ્તા અનાજની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ

સોર્સ: gstv

05_AMR_ANAJ_JATTHO_AV_VIKAS

અમરેલી જિલ્લાના લીલીયા પોલીસે સસ્તા અનાજના કૌભાંડ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. લીલીયાથી દામનગર તરફ બોલેરો પિકઅપ ગાડીમાં તાલપત્રી ઢાંકીને અનાજનો ગેરકાયદે જથ્થો લઈ જવાતો હોવાની બાતમી મળી હતી..ગરીબોના રેશનિંગના ચોખ્ખાનો જથ્થો ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે આ ગાડીમાંથી ચોખા ભરેલી 60 બોરીઓ સાથે સાવરકુંડલાના બે અનાજ માફિયાઓ - શાહરૂખ પોપટિયા અને વિશાલ ગોહિલને ઝડપી પાડ્યા છે. આ ઓપરેશનમાં પોલીસે અંદાજે 70 હજાર રૂપિયાની કિંમતનો ચોખાનો જથ્થો અને 5 લાખ રૂપિયાની બોલેરો ગાડી સહિત કુલ 5 પોઈન્ટ 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત