Video: રેશનિંગની દુકાનમાં હલકી ગુણવત્તાના અનાજનું વિતરણ

સોર્સ: gstv

વડોદરાના અકોટા મુક્તિધામ પાસે આવેલી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની રાશનની દુકાનમાં અનાજની ગુણવત્તા સામે મહિલાઓએ રોષ ઠાલવી હોબાળો મચાવ્યો હતો. મહિલાઓના આક્ષેપ મુજબ, ગરીબ પરિવારોને અત્યંત હલકી ગુણવત્તાના ઘઉં અપાઈ રહ્યા છે અને ઘઉંના કટ્ટામાંથી ગુટખા તથા તેના ટુકડા પણ મળી આવ્યા છે. આ ઉપરાંત ૨૦ કિલોના બદલે માત્ર ૧૮ કિલો જ અનાજ અપાતું હોવાની ફરિયાદ સાથે ઓછું અને બગડેલું અનાજ મળતું હોવાના આક્ષેપો થયા છે. આ ઘટનાથી ગરીબ પરિવારોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનો મુદ્દો ઊભો થયો છે અને તંત્ર દ્વારા તપાસની માંગ ઉઠી છે. મહિલાઓએ રાશનની દુકાનદાર સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત