વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થિનીનો આપઘાત

વડોદરામાં રહીને અભ્યાસ કરતી વિદેશી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાનું સામે વતા ચકચારી મચી જવા પામી છે. 20 વર્ષીય બાંગ્લાદેશી વિદ્યાર્થિની મહોના મેન્ડોલે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. એમ.એસ. યુનિવર્સિટીમાં ફાર્મસીના પહેલા વર્ષમાં બાંગ્લાદેશી વિદ્યાર્થિની અભ્યાસ કરતી હતી.
આ પણ વાંચો : મહીસાગરમાં જાતિના દાખલા માટે ધક્કા ખાતા પિતાનો આપઘાત, સુસાઈડ નોટમાં મામલતદારનું નામ
સપ્ટેમ્બર મહિનામાં વિદ્યાર્થિની બાંગ્લાદેશથી ભારત આવી હતી અને વડોદરાના નવરંગ સિનેમા રોડ પર નર્મદા એપાર્ટમેન્ટમાંરહેતી હતી. આજે તેની પરિક્ષા હોવાથી બીજી બાંગ્લાદેશી યુવતીએ મહોનાની ગેરહાજર જણાતા તેના ઘરે ગઈ હતી. જ્યાં દરવાજો ન ખુલતા મિત્રોએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો.
આખરે મિત્રોએ રુમમાં જતાં યુવતી દુપટ્ટા વડે ગળે ફાંસો લટકાલેવી સ્થિતિમાં જોવા મળી હતી. આ બાબતે મિત્રોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા તજવીજ હાથ ધરતા સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં કોઈપણ પ્રકારનો કોઈના ઉપર આક્ષેપ કે દબાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહતો.

