Vadodara શહેર ભાજપના નવા સંગઠનનું માળખું જાહેર, આઠ ઉપપ્રમુખની કરાઈ વરણી
વડોદરા શહેર ભાજપના નવા સંગઠનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોન

વડોદરા શહેર ભાજપના નવા સંગઠનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની દ્વારા તેમની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ નવા માળખામાં કુલ 45 હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સંગઠનને મજબૂત કરવા માટે પાયાના કાર્યકરોને મહત્ત્વની જવાબદારી સોંપાઈ છે.
સંગઠનમાં 3 નવા મહામંત્રીઓ અને 8 ઉપપ્રમુખો નિમણૂક કરવામાં આવી છે જેઓ વહીવટી અને સંગઠનાત્મક કામગીરી સંભાળશે. આ સિવાય વિવિધ મોરચાના પ્રમુખ તેમજ મહામંત્રીઓના નામોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.
આ નવી ટીમ આગામી સમયમાં સ્થાનિક અને રાજ્ય સ્તરની રાજકીય ગતિવિધિઓ અને ચૂંટણીઓમાં વડોદરા ભાજપનું નેતૃત્વ કરશે. કાર્યકરોમાં આ જાહેરાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.






