મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉત્તરાયણમાં ગયા વર્ષનો રેકોર્ડ તૂટ્યો! દર મિનિટે 4 મેડિકલ ઈમરજન્સી, 108ના સતત રણકતા ફોન

Uttarayan Medical Emergencies: ઉત્તરાયણના તહેવાર દરમિયાન મેડિકલ ઈમરજન્સીના કે

ઉત્તરાયણમાં ગયા વર્ષનો રેકોર્ડ તૂટ્યો! દર મિનિટે 4 મેડિકલ ઈમરજન્સી, 108ના સતત રણકતા ફોન

Uttarayan Medical Emergencies: ઉત્તરાયણના તહેવાર દરમિયાન મેડિકલ ઈમરજન્સીના કેસમાં સામાન્યદિવસો કરતાં 33.33 ટકાનો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં 4423 વ્યક્તિ સામે 5897 વ્યક્તિને 108ની જરૂર પડી હતી. આમ ઉત્તરાયણના પ્રતિ મિનિટે 4 વ્યક્તિને મેડિકલ ઈમરજન્સીની જરૂર પડી હતી.

ગુજરાતમાં મેડિકલ ઈમરજન્સીના કેસ (14 જાન્યુઆરી)

પ્રકાર સામાન્ય દિવસોમાં 14 જાન્યુઆરી વધ-ઘટ (%)
ઈજા 484 1313 171.09%
વાહન અકસ્માતમાં ઈજા 581 1270 118.71%
પેટમાં દુખાવો 530 631 19.07%
શ્વાસમાં સમસ્યા 392 398 1.60%
હૃદય સંબંધિત 297 277 -6.61%
સખત તાવ 141 131 -7.05%
ડાયાબિટીક 72 80 11.01%
સ્ટ્રોક 47 38 -19.69%

ઈમરજન્સીના આંકડા પર એક નજર

આ અંગે 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગયા વર્ષે ઉત્તરાયણના મેડિકલ ઈમરજન્સીની કુલ 4479 ઘટના નોંધાઇ હતી. જેની સરખામણીએ આ વખતે આ આંકમાં પણ વધારો જોવા મળ્યો છે. આ વખતે દોરી વાગવા, મારા-મારીથી ઈજાના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. 182 લોકોને દોરી વાગવાથી ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બીજી તરફ મારા-મારીથી ઈજાના કેસ સામાન્યદિવસોમાં 140 કેસ નોંધાતા હોય છે, જેની સરખામણીએ ઉત્તરાયણમાં વધીને 538 થઈ ગયા હતા. 

ઉત્તરાયણમાં કયા પ્રકારની ઈમરજન્સીના કેસમાં વધ-ઘટ? (14 જાન્યુઆરી)

ઈમરજન્સીનો પ્રકાર સામાન્ય દિવસોમાં 14 જાન્યુ.ના કેસ ટકાવારી વધ-ઘટ
મારા-મારી 140 538 284.10 %
ઊંચાઈથી પડવું 254 488 92.33 %
દોરીથી ઈજા 16 182 1018.85 %
શોક લાગવાથી ઈજા 11 20 80.72 %
છરા મારવાથી ઈજા 05 14 180.00%
જાતીય સતામણી 02 13 -

અમદાવાદમાં સામાન્ય દિવસોમાં સરેરાશ 32ની સામે ઉત્તરાયણના 150 લોકો મારા મારીમાં ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા. દોરી વાગવાથી ઈજાના સૌથી વધુ 67 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. સુરતમાં 25, વડોદરામાં 14 લોકોને દોરી વાગ્યાના કેસ નોંધાયા છે. આ સિવાય ઊંચાઇથી પડવાના કેસમાં 92 ટકાનો વધારો થયો છે. 

મારા-મારીથી ઈજાના ક્યાં સૌથી વધુ કેસ?

જિલ્લો સામાન્ય દિવસ ઉત્તરાયણ
અમદાવાદ 32 150
સુરત 17 55
પંચમહાલ 05 39
રાજકોટ 07 30
વડોદરા 06 27

 અમદાવાદમાં કઈ ઈમરજન્સીના કેટલા કેસ?

ઈમરજન્સી સામાન્ય દિવસ ઉત્તરાયણ
અકસ્માતથી ઈજા 94 198
ઈજા 111 350
મારા-મારીથી ઈજા 32 150
ઊંચાઈથી પડવું 63 115
દોરીથી ઈજા 04 67

વાહન અકસ્માતમાં ઈજાના કેસમાં વધારા અંગે નિષ્ણાતોના મતે તહેવાર દરમિયાન વાહનવ્યવહારમાં વધારો, રસ્તા નજીક પતંગ ઉડાડવાથી થતું ધ્યાનભંગ, શહેરીવિસ્તારમાં પગપાળા અવરજવરમાં વધારો જેવા વિવિધ પરિબળો જવાબદાર છે.

આ સમાચાર શેર કરો