Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Significant increase in 108 emergency services during Uttarayan

Gujarat news: ઉત્તરાયણ દરમિયાન 108 ઇમરજન્સી સેવાઓમાં નોંધપાત્ર વધારો, 1300થી વધુ કેસ નોંધાયા

Timeછેલ્લું અપડેટ : 15 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Gujarat news: ઉત્તરાયણ દરમિયાન 108 ઇમરજન્સી સેવાઓમાં નોંધપાત્ર વધારો, 1300થી વધુ કેસ નોંધાયા
સોર્સ : GSTV

રાજ્યમાં આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન 108 ઇમરજન્સી સેવાઓમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. 14 જાન્યુઆરીએ સામાન્ય દિવસોની સરખામણીમાં 33.33 ટકા વધુ ઇમરજન્સી કોલ મળ્યા હતા. ખાસ કરીને નોન વિહિક્યુલર ટ્રોમાના કેસોમાં ભારે વધારો નોંધાયો છે, જેમાં કુલ 1313 કેસ સામે આવ્યા અને સામાન્ય દિવસોની તુલનામાં 171 ટકા વધારે છે. આ કેટેગરીમાં મારામારી, ઊંચાઈ પરથી પડી જવાની ઘટનાઓ તેમજ પતંગની દોરીથી થયેલી ઇજાઓનો સમાવેશ થાય છે. સાથે જ વાહન અકસ્માત સંબંધિત વ્હીકલ ટ્રોમાના 1270 કેસ નોંધાયા, જે સામાન્ય દિવસોની સરખામણીમાં 118 ટકા વધુ છે. 

App Store