સુરતમાં ઊર્જા સ્પોર્ટ્સ દિવસની ઉજવણી, સ્પર્ધાઓમાં ઝળકેલા ખેલાડીઓને કરાયા સન્માનિત
સુરતમાં ઊર્જા સ્પોર્ટ્સ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શતાબ્દી વ

સુરતમાં ઊર્જા સ્પોર્ટ્સ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શતાબ્દી વર્ષ અંતર્ગત ઊર્જા સ્પોર્ટ્સ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજમાં અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અલગ અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વિજેતાઓને સન્માનિત કરાયા હતાં.
વિજેતાઓને ઈનામો અપાયા
ઉર્જા સ્પોર્ટસ દિવસ નિમિતે ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, મ્યુઝિકલ ચેર, શોટ પુટ, ઠગ ઓફ વોર, 100 મીટર ડોડ, ચેસ, ટેબલ ટેનિસ વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં વિદ્યાર્થીઓનાં પ્રોત્સાહનમાં વધારો કરવા માટે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતિય અને તૃતીય ઇનામ આપવામાં આવ્યા હતા.
પ્રમાણપત્ર-મેડલ અપાયા
વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ્સ પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે હેમંત ટોપીવાલા (વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ સિન્ડિકેટ સભ્ય,VNSGU) દિનેશ નાવડિયા(ખજાનચી)એ હાજરી આપી હતી. તથાઆગળના સમયમાં શહેરનું નામ રોશન કરવા શુભકામના પાઠવી હતી.








