આસોમાં અષાઢી માહોલ, સુરતમાં ભારે ગાજવીજ સાથે વરસાદથી જનજીવનને અસર
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આસોમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી સુરત સહિતના વિસ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આસોમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી સુરત સહિતના વિસ્તારોમાં કડાકા-ભડાકાં સાથે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેરીજનો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
શહેરીજનો કન્ફ્યુઝ
વહેલી સવારે વરસાદ વરસ્યા બાદ બે કલાકના વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો હતો. સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નોકરી ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા લોકોએ કહ્યું કે, શિયાળો શરૂ થયો નથી ત્યાં વરસાદ વરસતા સ્વેટર કાઢવાની જગ્યાએ રેઈનકોટ પહેરવા પડે છે.
ઉભા પાકને નુકસાન
શિયાળાની શરૂઆત થઈ નથી અને વરસાદ વરસી રહ્યો હોવાથી ઉભા પાકને નુકસાન પહોંચી રહ્યું હોવાથી ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. વરસાદના પગલે શેરડી સહિતના ફળાઉ પાકને પણ નુકસાન પહોંચી રહ્યું છે. જેથી ખેડૂતો હવે વરસાદ ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.








