VIDEO: કચ્છમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો, કંડલામાં મોબાઈલ ટાવર ધરાશાયી
હવામાન વિભાગની આગાહી વચ્ચે હાલ રાજ્યના મોટાભાગના સ્થળોએ ભારે પવન સાથે કમોસમ

હવામાન વિભાગની આગાહી વચ્ચે હાલ રાજ્યના મોટાભાગના સ્થળોએ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે, ત્યારે પશ્ચિમ કચ્છમાં પણ પવન અને ગાજવીજ સાથે માવઠું પડતાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. જિલ્લાના નખત્રાણા, લખપત, અબડાસા, ભુજ સહિતના તાલુકાના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, કંડલામાં ભારે પવન ફૂંકાતા મોબાઈલ ટાવર ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભય ફેલાયો હતો, સદ્નસીબે જાનહાનિ ટળતા સૌ કોઈએ રાહત અનુભવી છે. ભારે વરસાદ અને પવનના કારણે વિજ પુરવઠો પણ ખોરવાયો છે, જો કે વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.



