Bhujમાં ટ્રાફિક પોલીસ અને બે કાર સવાર વચ્ચે ઘર્ષણ, કાર્યવાહીને બદલે સમાધાન થતા અનેક તર્ક વિતર્ક
ભુજ તાલુકાના માધાપર ગામે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન કારમાં સવાર બે શખ્સો અ

ભુજ તાલુકાના માધાપર ગામે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન કારમાં સવાર બે શખ્સો અને પોલીસ વચ્ચે બબાલ સર્જાઈ હતી, જેમાં બે પોલીસ કર્મીઓ અને કાર સવાર બે શખ્સો ઇજાગ્રસ્ત થતાં તેઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. નવાઈની વાત તો એ છે કે આ શખ્સો સાથે પોલીસ સમાધાન કરી લેતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
બે પોલીસકર્મીઓ સહિત 4 શખ્સો સારવાર હેઠળ
ભુજ તાલુકાના માધાપર ગામે મઢુલી પાસે માધાપર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન કારમાં સવાર બે શખ્સો વચ્ચે બબાલ સર્જાઈ હતી, જે ઘટનામાં માધાપર પોલીસ મથકના બે પોલીસ કર્મીઓ અને કાર સવાર બે શખ્સો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. સમગ્ર બનાવને લઇ માધાપર પોલીસમાં દોડધામ મચી હતી અને પીઆઇ સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પોલીસ સમાધાન કરતાં અનેક સવાલ ઉઠ્યા
બંને પક્ષો વચ્ચે વાતચીત બાદ આખરે સમાધાન થયું હતું. આ સમગ્ર મામલા નવાઈની વાત તો એ છે કે સામાન્ય લોકોને ટ્રાફિક કાયદાઓનું ભાન કરાવતી પોલીસને આખરે નંબર પ્લેટ વિના અને ટ્રાફિક નિયમો ઉલાળીયો કરતા શખ્સો સાથે સમાધાન કેમ કરી લેવું પડ્યું તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. શું મોટા રાજકીય દબાણ હેઠળ પોલીસ સમાધાન કરી લીધું છે તેવા અનેક સવાલોમાં ઉઠ્યા છે.





