મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad/ લીમડા બસ સ્ટેન્ડ નજીક ખૂની ખેલ: અજાણ્યા હુમલાખોરે શ્રમિકને તીક્ષ્ણ હથિયારથી રહેંસી નાખ્યો

અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં હત્યાની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. લીમડા બસ સ્ટેન્ડ નજીક ચ

Ahmedabad/ લીમડા બસ સ્ટેન્ડ નજીક ખૂની ખેલ: અજાણ્યા હુમલાખોરે શ્રમિકને તીક્ષ્ણ હથિયારથી રહેંસી નાખ્યો

અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં હત્યાની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. લીમડા બસ સ્ટેન્ડ નજીક ચાલતા જઈ રહેલા એક શ્રમિકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે.

લીમડા બસ સ્ટેન્ડ નજીક હત્યા

પ્રાથમિક માહિતી મુજબ, મેઘાણીનગર વિસ્તારમાં રહેતા ચંદ્રશેખર તોમર નામના 35 વર્ષીય શ્રમિકની હત્યા કરવામાં આવી છે. આ બનાવ લીમડા બસ સ્ટેન્ડથી થોડે દૂર ચાલતા જઈ રહ્યો હતો, તે સમયે બન્યો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિએ ચંદ્રશેખર તોમર પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાવાથી ચંદ્રશેખર તોમરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ હત્યા પાછળ પ્રેમ સંબંધ જવાબદાર હોવાની શંકાના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

મિત્ર સાથે જઈ રહેલા યુવક પર હુમલો

મળતી માહિતી અનુસાર, ચંદ્રશેખર તોમર સંયુક્ત પરિવારમાં રહેતો હતો અને નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. રવિવારે (30મી નવેમ્બર) મોડી રાતે તે પોતાના મિત્ર સાથે ભાર્ગવ રોડ પર ચાલીને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક અજાણ્યો શખસ આવ્યો હતો અને પાછળથી તેની પીઠ પર છરીના ઘા ઝીંકીને તરત જ ફરાર થઈ ગયો હતો. છરીના હુમલાથી ચંદ્રશેખર લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો.

ટૂંકી સારવાર બાદ યુવકનું મૃત્યુ

ગંભીર રીતે ઘવાયેલા ચંદ્રશેખરને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં તેઓ પણ તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ ચંદ્રશેખરને મૃત જાહેર કર્યો હતો. આ પછી ઘટનાની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જોકે, પોલીસે પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાની શક્યતા વ્યક્ત કરી છે અને તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો