મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નસવાડીમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે અનોખી એકતા, એક જ ફળિયામાં થાય છે નમાજ અને હોળી

ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો વચ્ચે ભારે એકતા જોવા મળે છે. બે ધર્મના લોકો એક જ સાથે હળીમળીને ત

નસવાડીમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે અનોખી એકતા, એક જ ફળિયામાં થાય છે નમાજ અને હોળી

ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો વચ્ચે ભારે એકતા જોવા મળે છે. બે ધર્મના લોકો એક જ સાથે હળીમળીને તહેવાર ઉજવતા હોવાના અનેક કિસ્સા જોવા મળી રહ્યાં છે. ત્યારે છોટાઉદેપુરના નસવાડી ખાતે મંદિર અને મસ્જિદ બન્ને સામ સામે આવેલા છે. જેથી બન્ને કોમના લોકો હળીમળીને તહેવારની ઉજવણી કરવાની સાથે સાથે હળીમળીને રહે છે. 

આરતી અને અજાન એક સાથે

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે સરકાર ફળીયા ચાર રસ્તા વિસ્તારમાં માં અંબે માતાનું મંદિર આવેલું છે. તેની નજીકમાં મસ્જિદ આવેલી છે. જ્યારે છેલ્લા 50 વર્ષથી માં અંબે માતાના મંદિરના પટાંગણમા હોળી પ્રગટાવવામાં આવે છે. જ્યારે સાંજના સમયે આરતી અને અઝાન એક જ સમયે થાય છે. 

હાળીના દર્શને મુસ્લિમો પણ આવે છે

હોળી પ્રગટાવવાનો સમયે થાય ત્યારે આસપાસના મુસ્લિમ સમાજના લોકો પણ ઊભા રહે છે. હળી મળીને તહેવારની ઉજવણી કરતા હોય છે. એકતાની મિશાલ છે.માં અંબેમાના ગ્રાઉન્ડમાં છેલ્લા 50 વર્ષથી હોળી પ્રગટાવવામાં આવે છે

આ સમાચાર શેર કરો