નસવાડીના બરોલી વસાહતમાં 15 વર્ષથી નથી બન્યો રસ્તો, ડામર ધોવાઈ જતાં લોકો સાફ કરી રહ્યા છે મેટલ
છોટાઉદેપુર જિલ્લો અંતરિયાળ છે. તેમાં પણ નસવાડીમાં આદિવાસી પ્રજા બહુલ સંખ્યામાં રહે છે. ત્યારે આ વિસ્તાર સાથ

છોટાઉદેપુર જિલ્લો અંતરિયાળ છે. તેમાં પણ નસવાડીમાં આદિવાસી પ્રજા બહુલ સંખ્યામાં રહે છે. ત્યારે આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન થતું હોવાનું સામે આવ્યું છે. દોઢ દાયકાથી બરોલી વસાહતમાં રસ્તો ન બન્યો હોવાથી વિધાનસભામાં સ્થાનિક ધારાસભ્યએ રજૂઆત કરી છે. બીજી તરફ લોકો ડામર ધોવાઈ જતાં મેટલને જાતે સાફ કરવા મજબૂર બન્યા છે.
વિધાનસભામાં રજૂઆત
નસવાડી તાલુકાના બરોલી વસાહતના લોકોએ ડામર રસ્તામાં પાથરવામાં આવેલા મેટલ રસ્તો ઘસાઈ જતા ઉખડી ગયો છે. મેટલ છૂટા પડી ગયા છે. તે મેટલ હાથથી ભેગા કર્યા હતા. સંખેડા વિધાનસભાના ધારાસભ્યએ ગઈકાલે વિધાનસભામાં ઉઠાવેલમાં પ્રશ્ન વસાહતના રસ્તા 15 વર્ષથી નથી બન્યા તે વાત સાર્થક સાબિત થાય છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવી વિધાનસભામાં વસાહતોના રસ્તા 15 વર્ષથી રિસરફેસિંગ થયા નથી. ત્યારે રિસરફેસિંગ થવા જોઈએ તેવો પ્રશ્ન કર્યો હતો.
લોકો મેટલ સાફ કરવા મજબૂર
નસવાડી તાલુકાના બરોલી વસાહત તેમજ અન્ય વસાહતો નસવાડી તાલુકામાં વસાવવામાં આવી છે. જ્યારે 49 વર્ષથી આ વસાહતો આવેલી છે. નસવાડી તાલુકાના બરોલી ગામે લોકોએ સૂત્રોચાર કરી અને રસ્તો બનાવવાં માટેની માંગ કરી છે. બરોલી વસાહતમાં જે રસ્તો બનેલો છે. તેના મેટલ છુટ્ટા પડી ગયા છે. લોકોએ મેટલ હાથમાં પકડીને રસ્તાની સફાઈ કરી હતી. આવી સ્થિતિમાં ડામર રસ્તો છે.ડામર રસ્તાના મેટલ નીકળતા હોવાથી બાળકો સાયકલ લઈને નીકળી શકતા નથી. ત્યાર પંચર પડી જાય છે. સાયકલ ઉપરથી કોઈ પડે તો તેને ઇજા પહોંચે છે. મોટર સાયકલમાં પણ પંચર પડી જાય છે. આટલી હદે મેટલ બહાર આવી ચૂકેલા છે. ત્યારે 15 વર્ષ પહેલા રસ્તો બન્યો હતો. ત્યારથી આજદિન સુધી રસ્તો બન્યો નથી.






