મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નસવાડી ટાઉનમાં આંગણવાડીની અવદશા, અંબેમાતાના મંદિરની ધર્મશાળામાં ભણવા મજબૂર ભૂલકા

ગુજરાતના શિક્ષણ વ્યવસ્થા સુધરવાને બદલે કથળી રહી હોય તેવું સામે આવી રહ્યું છે. તેમાં પણ છોટાઉદેપુરમાં તો શિક્ષણ-શ

નસવાડી ટાઉનમાં આંગણવાડીની અવદશા, અંબેમાતાના મંદિરની ધર્મશાળામાં ભણવા મજબૂર ભૂલકા

ગુજરાતના શિક્ષણ વ્યવસ્થા સુધરવાને બદલે કથળી રહી હોય તેવું સામે આવી રહ્યું છે. તેમાં પણ છોટાઉદેપુરમાં તો શિક્ષણ-શાળાઓ અને આંગણવાડીઓની અવદશા થયાનું સામે આવ્યું છે. નસવાડી ટાઉનમાં સરકાર ફળિયા ચાર રસ્તાની આંગણવાડી નંબર 4 અંબે માતાના મંદિરની ધર્મશાળામાં ચાલી રહી છે. છેલ્લા 9 માસથી આંગણવાડીનું મકાન જર્જરિત બનતા ધર્મશાળામાં બાળકોને બેસાડવા મજબૂર થયા છે.

રમકડાં પણ અપાતા નથી
 
ધર્મશાળામાં આંગણવાડીના બાળકોને બેસાડવામાં આવે છે. તેની બાજુમાં જ બાળકોનો નાસ્તો બનાવવામાં આવે છે. જેથી મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ અને ભીતિ સર્જાઈ છે. જ્યારે ધર્મશાળામાં ફરાસ ખાનાનું સમાન પણ છે. જેના કારણે બાળકોને રમકડા પણ આપવામાં આવતા નથી. વિકાસની વાતો કરતી સરકાર આંગણવાડીના મકાનો પણ બનાવી શકતી નથી.

વિકાસના દાવા પોકળ

આંગણવાડીના કર્મચારીના જણાવ્યા મુજબ બાળકોને બેસાડવામાં મુશ્કેલી પડે છે. નવ માસથી આ પરિસ્થિતિ છે. નવું મકાન જલ્દી બની જાય તો રાહત મળે તેમ છે. નસવાડી તાલુકામાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં પાયાના શિક્ષણ માટે સરકાર આંગણવાડીના મકાનો પણ બનાવી શકતી નથી તેમ સામે આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો