મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આધુનિક શિક્ષણની વાતો ભોંયભેગી: નસવાડીના કુંડામાં ઝુંપડામાં ભણે છે બાળકો, શાળનું મકાન બનાવવામાં તંત્ર અસમર્થ?

નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબારી ફળિયામાં 30 જેટલા મકાનો આવેલા છે અને 200થી વધુ લોકોની વસ્તી છે જ્યારે

આધુનિક શિક્ષણની વાતો ભોંયભેગી: નસવાડીના કુંડામાં ઝુંપડામાં ભણે છે બાળકો, શાળનું મકાન બનાવવામાં તંત્ર અસમર્થ?

નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબારી ફળિયામાં 30 જેટલા મકાનો આવેલા છે અને 200થી વધુ લોકોની વસ્તી છે જ્યારે ડુંગરની તળેટીઓ વચ્ચે આ ગામ વસેલું છે. ગામમાં ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા સરકારે ખોલી છે, પરંતુ પ્રાથમિક શાળાનું મકાન બનાવવામાં આવ્યું નથી ગામના એક પરિવારના ઘરમાં શાળા ચલાવવામાં આવે છે તે કાચું ઝૂંપડું છે બાળકોને કાચા ઝુંપડામાં બેસાડવામાં આવે છે

આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળાનું મકાન પણ બનાવી શકતી નથી

સરકાર વિકાસની વાતો કરે છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળાનું મકાન પણ બનાવી શકતી નથી. જ્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ વખતો વખત શાળા ના આચાર્ય અને ગ્રામસભામાં શાળાનું મકાન બનાવવા માટે રજુઆત કરવામાં આવી છે.

 પ્રાથમિક શાળામાં પંખાની સુવિધા નથી

જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ રજુઆત કરી છે, પરંતુ તંત્રના અધિકારીઓ રજુઆત સાંભળતા નથી જ્યારે કાચા ઝુંપડામાં ચાલતી પ્રાથમિક શાળામાં પંખાની સુવિધા નથી અને નીચે બેસવા માટે લીપણ વાળું કાચું ભોંયતળિયું હોવાથી બાળકોને બેસવામાં પણ મુશ્કેલી પડે છે.

 આદિવાસી વિસ્તારના લોકોનો વિકાસ કર્યો હોવાનું ગાણું તંત્રના અધિકારીઓ ગાઈ રહ્યા છે, ત્યારે આ વિસ્તારને આઝાદીના આટલા વર્ષો પછી પણ આવી સ્થિતિ માં બાળકો અભ્યાસ કરી રહ્યા છે.  નાના બાળકો આંગણવાડીમાં જઈ શકે તેમ છે, પરંતુ આ ફળીયા માટે આંગણવાડી ખોલવામાં આવી નથી. બે કિલોમીટર દૂર આંગણવાડી છે ત્યાં પગપાળા જઈ શકાય તેમ નથી, ત્યારે સરકાર આ વિસ્તારના લોકો માટે આંગણવાડી ક્યારે શરુ કરે તે તો જોવાનું રહ્યું?.

આ સમાચાર શેર કરો