ભાવનગર-અમદાવાદ હાઈવે પર પદયાત્રીઓના સંઘને અજાણ્યા વાહને અડફેટે લીધા, 7 ફંગોળાયા, 3નાં મોત
ગુજરાતમાં હાઈવે પર થતા અકસ્માતની ઘટનામાં સતત વધારો જોવા મળી ર

ગુજરાતમાં હાઈવે પર થતા અકસ્માતની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેમાં ભાવનગર-અમદાવાદ હાઈવે પર એક અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીઓના સંઘને અડફેટે લઈને સાત લોકોને કચડી નાખ્યા છે જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
સંઘ રાજપરામાં આવેલા ખોડિયાર મંદિરે જઈ રહ્યો હતો
બેફામ વાહન ચાલકે પદયાત્રીઓનાં સંઘને અડફેટે લીધો હતો. જેમાં 7 લોકો ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં પિતા-પુત્ર અને એક યાત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યા અને અન્ય ચારની હાલત પણ ગંભીર છે. આ તમામ લોકોને સારવાર અર્થે ભાવનગરની સિવિલમાં ખસેડાયા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લગભગ 40થી વધુ પદયાત્રીઓનું આ સંઘ મહેમદાવાદના વરસોલા ગામેથી નીકળ્યો હતો અને તેઓ ભાવનગરના રાજપરામાં આવેલા ખોડિયાર મંદિરે જઈ રહ્યા હતા. આ દરમિયાન જ અકસ્માતની ઘટના બની હતી. ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક ઘટના બની હતી. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસને આ ઘટના વિશે જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ મૃતકો ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના હોવાની માહિતી મળી છે.






