મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉના: સ્વામી જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી લોહાણા સમાજ કરશે ઉગ્ર વિરોધ, ગત રોજ વેપાર-ધંધા રાખ્યા હતા બંધ

સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે કરેલા વિવાદાસ્પદ

ઉના: સ્વામી જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી લોહાણા સમાજ કરશે ઉગ્ર વિરોધ, ગત રોજ વેપાર-ધંધા રાખ્યા હતા બંધ

સ્વામિનારાયણ સંપ્રદાયના  જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન સામે લોહાણા સમાજ લાલ ઘુમ થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર ગત રોજ ઉનાના રઘુવંશી સમાજે બપોર પછી જડબેસલાક બંધ પાળ્યો હતો.  સ્વામીનો ઉગ્ર વિરોધ કરીને વિરપુર આવી માફી માંગવાની માંગ કરી હતી. સમગ્ર ગુજરાતના લોહાણા સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે, અને ઠેર ઠેર સ્વામી નો વિરોધ જોવા મળી રહ્યો છે.

સમગ્ર ગુજરાતના લોહાણા સમાજમાં ભારે રોષની લાગણી

 ત્યારે ગત રોજ ઉના લોહાણા સમાજના મહાજન પ્રમુખ ડો મનોજ માનસતાના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લોહાણા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જલારામ બાપા મામલે વિવાદાસ્પદ નિવેદન આપનાર સ્વામી જ્ઞાન પ્રકાશ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. 

રોજગાર બંધ રાખી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો

 ઉના લોહાણા મહાજન દ્વારા રઘુવંશી સમાજના વેપારીઓ એ પોતાના વ્યાપાર રોજગાર બંધ રાખી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્વામી જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી રઘુવંશી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ થશે અને પોતાના વેપાર રોજગાર બંધ રાખશે.

આ સમાચાર શેર કરો