ઉના: ખૂંખાર દીપડાથી ઈજાગ્રસ્ત બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત, ગણતરીના કલાકોમાં પૂરાયો પાંજરે
ગુજરાતના સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં જંગલી જાનવરોના રહેણાંક વિસ્તારમાં આવી માનવભક્ષી હુમલા દિ

ગુજરાતના સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં જંગલી જાનવરોના રહેણાંક વિસ્તારમાં આવી માનવભક્ષી હુમલા દિવસેને દિવસે વધતા જાય છે. અવારનવાર જંગલી જાનવરો શિકારની શોધમાં ગામની અંદર રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં હોય છે, ત્યારે આવીજ એક ઘટના ઉનાના જસાધરામાં સર્જાઈ હતી.
માસૂમ રમતી હતી ત્યારે દીપડાએ કર્યો હુમલો
રાજ્યના ઉના તાલુકાના જસાધરા ગામમાં પાંચ વર્ષની માસૂમ પર દીપડાએ જીવલેણ હુમલો કર્યાની ઘટના સામી આવી હતી. માસૂમ ગત રોજ ખેતરમાં રમતી હતી ત્યારે દીપડાએ તેના પર હુમલો કર્યો હતો.
દીપડાના હુમલા બાદ માસૂમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ
દીપડાના હુમલા બાદ માસૂમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. બાળકીને ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જોકે બાળકીની સ્થિતિ નાજુક હોવાથી તેને રાજકોટ ખાતે રીફર કરવામાં આવી હતી.
બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત
બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. બાળકીનું અકાળે મોત થતાં સમગ્ર પરિવાર ભાંગી પડ્યો છે. દીપડાએ ખેતરમાં બાળકી પર હુમલો કર્યો હતો, તેથી ગ્રામજનોમાં પણ ભયનો માહોલ છવાયો હતો. જોકે વનવિભાગે દીપડાને ઝડપવા માટે ટ્રેપ ગોઠવી હતી. ગણતરીના કલાકોમાં દીપડો પાંજરે પૂરાયો હતો.






