વરસાદ વેરી બન્યો!: વેરાવળમાં ભરાયેલા વરસાદી પાણીમાં ડૂબવાથી બે યુવકોના મોત, તંત્ર સામે લોકોએ રોષ ઠાલવ્યો
ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધબધબ

ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે વેરાવળમાં વરસાદના કારણે બે યુવકોના પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યા છે. જેના પગલે લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે.
ગીરસોમનાથના વેરાવળમા છેલ્લા બે દિવ થી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે વેરાવળમા અનેક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે વેરાવળની કેરમાની વિસ્તારમા ભારે પાણી ભરાયા હતા જેમા મુસ્લિમ સમાજના બે યુવકો ડૂબી જતાં મોત નિપજ્યા હતા. જોકે યુવાનો ડૂબવાની ઘટના બનતા જ સ્થાનિક લોકો દ્વારા બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ બંને યુવકોને બચાવી શકાયા ન હતા.
સિવિલ હોસ્પિટલ પીએમ રૂમ ખાતે લોકોએ ધરણાં કર્યા
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોચ નિપજ્યાં હતા. ત્યારે આજે પણ બે યુવકોના પાણીમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયા છે. આ યુવકના મૃતદેહની પીએમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યમાં સિવિલ હોસ્પિટલ પીએમ રૂમ ખાતે લોકોએ ધરણાં કર્યા હતા. ધારાસભ્ય વિમલ ચુડાસમા અને જિલ્લા કલેક્ટરના વિરોધમાં 'હાય હાય'ના નારા લગાવી રહ્યા હતા. અને ડેડબોડી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.
મૃતક યુવકના નામ
અલ્ફાઝ અમીન પંજા (ઉં. વ. 18)
દાનિશ ગફાર ખોખર (ઉં. વ.18)








