મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા / સિંધરોટ નજીક કોટના બીચ પર ન્હાવા પડેલા બે યુવાનોના મહી નદીમાં ડૂબી જતા મોત

વડોદરાના સિંધરોટ નજીક કોટના બીચ પર મહી નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત

વડોદરા / સિંધરોટ નજીક કોટના બીચ પર ન્હાવા પડેલા બે યુવાનોના મહી નદીમાં ડૂબી જતા મોત

વડોદરાના સિંધરોટ નજીક કોટના બીચ પર મહી નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. આ બંને યુવાનો તાંદલજાના હોવાનું જાણવા મળ્યું છે. 

સિંધરોટ નજીકથી વહેતી મહી નદી પર કોટના બીચ સાઈટ છે. આ બીચ સહેલાણીઓ માટે આકર્ષણનું સ્થળ છે અને લોકો નદીમાં ન્હાવા માટે અહીં આવતા હોય છે. 

તાંદલજાનાઆ બંને યુવાનો 5 મિત્રો સાથે આવ્યા હતા અને મહી નદીમાં  ન્હાવા પડતા ઊંડા પાણીમાં ડૂબયાં હતા અને તેમનું મૃત્યુ થયું હતું. સ્થાનિક તરવૈયાઓએ દોઢ કલાકની મહેનત બા બંનેના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યાં હતા. 

મૃતક યુવાનોની વિગત

  1. સોહેબ ઇરફાન પઠાણ -19 વર્ષ
  2. જેનુલ ઇબ્રાહિમ પટેલ -20 વર્ષ

આ બંને મૃતક યુવાનો વડોદરાના ઈબ્રાહીમ પાર્ક, તાંદલજાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. 

આ સમાચાર શેર કરો