મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર / સાયલા-ચોટીલા હાઇવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બે લોકોના ઘટના સ્થળે મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા-ચોટીલા હાઇવે પર કાર અને બાઈક વચ

સુરેન્દ્રનગર / સાયલા-ચોટીલા હાઇવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બે લોકોના ઘટના સ્થળે મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા-ચોટીલા હાઇવે પર કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે. મળતી માહિતી મુજબ રાજકોટ તરફથી આવતી કાર સાથે બાઈક અથડાતા બાઈક પર સવાર બંને લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. સાયલા પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહને સાયલા પીએમ માટે લાવવાની તજવીતા હાથ ધરી હતી. 

સાયલા-ચોટીલા હાઇવે પર 13 કિમીના અંતરમાં 19 કલાકમાં અકસ્માતનો આ બીજો બનાવ છે. ગત રાત્રિના સમયે ગસળના બોર્ડ પાસે ઇકો કાર પલટી મારી જતા તેમાં બે લોકોના મૃત્યુ થયા હતા અને સાત લોકો ઘાયલ થયા હતા. 

સાયલા-ચોટીલા હાઇવે પર 19 કલાકમાં થયેલા બે અકસમાતના બનાવમાં કુલ 4 લોકોના મોત થયા છે. 

આ સમાચાર શેર કરો