માતા-પિતાને સાવધ કરતો કિસ્સો, સુરતમાં બે વર્ષની બાળકી પાણીની બોટલમાં રહેલું ડીઝલ પી લેતા મોતને ભેટી
સુરતમાં બાળકોના માતા-પિતાને સાવધ કરતો કિસ્સો સામે આવ્યો છે. 2 વર્ષની બાળકીએ પાણીની બોટલમાં મૂ

સુરતમાં બાળકોના માતા-પિતાને સાવધ કરતો કિસ્સો સામે આવ્યો છે. 2 વર્ષની બાળકીએ પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ પી લીધું હતું. જેથી તબિયત લથડતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેણીની 12 દિવસ સુધી સારવાર ચાલી હતી.જો કે, સારવાર દરમિયાન તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી.
બોટલ મળી ને પી ગઈ
મૂળ બિહાર અને વરાછામાં નવનિર્મિત બિલ્ડિંગમાં જ ખાલિક શેખ મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ખાલિકની બે વર્ષની દીકરી સાકેબા હતી. ગત 12 સપ્ટેમ્બરના રોજ સાકેબા ઘરની બહાર રહી હતી. આ દરમિયાન રમતાં-રમતાં રૂમની બહાર લાકડા સળગાવવા માટે પ્લાસ્ટિકની પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ પી લીધું હતું.
સારવાર દરમિયાન મોત
સકેબા ડીઝલ પી રહી હતી ત્યારે પાડોશીની નજર તેણી પર પડી હતી. જેથી, તેઓ દોડી આવીને તેણીના હાથમાંથી ડીઝલની બોટલ લઈ લીધી હતી. ત્યારબાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા.પિતા ખાલિકે કહ્યું કે, મારી દીકરી ઘરે રમી રહી હતી. ત્યારે બોટલમાં રહેલા ડીઝલ પી લીધુ હતું. અડધા કલાક બાદ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાંથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. છેલ્લા બાર દિવસથી સારવાર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.








