મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkanthaના પોશીના તાલુકામાં સિમેન્ટ મિક્સર વાહન નીચે દબાતા બે શ્રમિકોના મોત, એક ગંભીર ઈજાગ્રસ્ત

સાબરકાંઠાના પોશીના તાલુકામાં સિમેન્ટ મિક્સર વાહન પલટી મારી જતા દુર્ઘટનામાં બે શ્રમિકો

Sabarkanthaના પોશીના તાલુકામાં સિમેન્ટ મિક્સર વાહન નીચે દબાતા બે શ્રમિકોના મોત, એક ગંભીર ઈજાગ્રસ્ત
આ સમાચાર સાંભળો

 સાબરકાંઠાના પોશીના તાલુકામાં સિમેન્ટ મિક્સર વાહન પલટી મારી જતા દુર્ઘટનામાં બે શ્રમિકોના કરૂણ મોત નીપજ્યા છે. આ બનાવમાં એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બંને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પોશીનામાં સિમેન્ટ મિક્સર વાહન પલટી જતાં બે શ્રમિકના મોત

મળતી માહિતી મુજબ, પોશીના તાલુકાના સાલેરા ગામે નાળાના બાંધકામની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન સિમેન્ટનો માલ બનાવવા માટેનું કોંક્રીટ મિક્સર વાહન પલટી જતાં કેટલાક શ્રમિકો તેના નીચે દબાઈ ગયા હતા. જેમાં રાજસ્થાનના બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

ભારે ભરખમ વાહન પલટી મારી જતા ઘટનાસ્થળે શ્રમિકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક શ્રમિકને ગંભીર ઇજા પહોંચતા હિંમતનગર સિવિલ ખસેડવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો