VIDEO : સાબરકાંઠાના વડાલીમાં પાલિકાની સાધારણ સભામાં ભારે હોબાળો, કોંગ્રેસી સદસ્યોનો પોતાની જ સરકાર સામે મોરચો
સાબરકાંઠાના વડાલીમાં કોંગ્રેસ શાસિત નગરપાલિકાની ખાસ સાધારણ સભામાં ભારે હોબાળો

સાબરકાંઠાના વડાલીમાં કોંગ્રેસ શાસિત નગરપાલિકાની ખાસ સાધારણ સભામાં ભારે હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના ૨૦ પૈકી ૬થી વધુ સદસ્યોએ જ પોતાની સત્તા સામે બળવો પોકારી સભાનો ત્યાગ કર્યો હતો. નારાજ સદસ્યોએ આક્ષેપ કર્યો હતો કે પાલિકાના નેતાઓ દ્વારા મોટા આર્થિક વહીવટ કરવામાં આવ્યા છે અને વિકાસના કામોમાં અન્યાય થઈ રહ્યો છે.
વિરોધ એટલો ઉગ્ર બન્યો હતો કે સદસ્યોએ નગરપાલિકા પ્રમુખની ચેમ્બરને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સત્તાધારી પક્ષના જ આંતરિક વિખવાદ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને કારણે સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પાલિકા કચેરીમાં વિરોધ પ્રદર્શનથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.



