અમદાવાદ: બાવળાની કેમિકલ કંપનીમાં ટેન્કમાં ઉતરેલા બે શ્રમિકોના ગૂંગળામણથી મોત
અમદાવાદના બાવળાની કેમિકલ કંપનીમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં બે

અમદાવાદના બાવળાની કેમિકલ કંપનીમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. બાવળા શહેરના ઢેઢાળ ગામમાં આવેલી શ્રી કેમિકલ્સ નામની ઈન્ડસ્ટ્રીઝમાં મિકેનિકલ ખામી સર્જાતા બે શ્રમિકો કેમિકલ પ્લાન્ટના ટેન્કમાં ઉતર્યા હતા. આ સમયે ટેન્કમાં ગૂંગળામણ થતાં બે લોકોના મોત થયા છે.
ટાંકામાં ગિયર સાફ્ટ તૂટી જતાં શ્રમિકો થયા હતા બેભાન
ઢેઢાળ ગામે આવેલી શ્રી કેમિકલ કંપનીના ટાંકામાં ગિયર સાફ્ટ તૂટી જતાં સેફ્ટીના સાધનો વગર છેલાભાઈ ભગવાનભાઈ રાઠોડ (ઉ-56, રહે. કાણોતર ગામ, તા બાવળા) મંગળભાઈ પ્રતાપભાઈ ડાભી (ઉ60, રહે ભગલોલ ગામ, તા. કઠલાલ) એક વાગ્યાની આસપાસ કેમિકલના ટાંકામાં રીપેરિંગ કરવા ઉચર્યા હતા, રિપેરીંગ કામ દરમિયાન ગેસ ગળતરની ઘના થતાં બન્ને બેભાન થઈ ગયા હતા. ટાંકામાં ગિયર સાફ્ટ તૂટી જતાં શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી
ઘટના બનતા જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને બેભાન અવસ્થામાં બાવળાની સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં હાજર ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.






