મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ/ ઓગણજ રિંગ રોડ પરથી નકલી પોલીસ બની તોડ કરતા બે ઝડપાયા, વાહનચાલકોને ધમકાવી રૂપિયા વસૂલતા

અમદાવાદના ઓગણજ રીંગ રોડ પર એ ડીવીઝન ટ્રાફિક પોલીસના સ્ટાફે બાતમીના આધારે કાર ચાલકને ધમકાવીન

અમદાવાદ/ ઓગણજ રિંગ રોડ પરથી નકલી પોલીસ બની તોડ કરતા બે ઝડપાયા, વાહનચાલકોને ધમકાવી રૂપિયા વસૂલતા

અમદાવાદના ઓગણજ રીંગ રોડ પર એ ડીવીઝન ટ્રાફિક પોલીસના સ્ટાફે બાતમીના આધારે કાર ચાલકને ધમકાવીને તોડ કરી રહેલા બે નકલી પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલા આરોપીઓએ પોલીસ બનીને અનેક લોકો પાસેથી તોડ કર્યો હતો.

પોલીસ બનીને અનેક લોકો પાસેથી તોડ કર્યો

આ અંગે સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ  એ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીનેબાતમી મળી હતી કે ઓગણજ રીંગ રોડ પર કેટલાંક શખ્સો પોલીસના નામે વાહન ચેકિંગ કરીને તોડ કરે છે. જેથી રીંગ રોડ પર મંગળવારે પોલીસે સાંજના સમયે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

જો રૂપિયા નહીં આપો તો મોટા કેસમાં ફસાવીશું

ભાડજથી ઓગણજ જતા રિંગ રોડના સર્વિસ રોડ પર એક કાર પાસે બાઈક લઈને ત્રણ શખ્સો ઉભા હતા. જેથી શંકાના આધારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે એક બાઈક સવાર નાસી ગયો હતો. જ્યારે અન્ય બે લોકો ઝડપાઈ ગયા હતા. પોલીસે તપાસ કરતા કારચાલકે જણાવ્યું હતું કે બાઈક પર આવેલા ત્રણેય શખ્સોએ પોલીસની ઓળખ આપીને વાહન ચેકિંગના નામે કેસ કરવાની ધમકી આપીને નાણાંની માંગણી કરી હતી. જો કે નાણાં આપવાની કાર ચાલકે ના પાડતા મોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી.

બન્ને શખ્સો વિરુદ્ધ અમદાવાદના 4 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા

પોલીસે ઝડપેલા બે શખ્સોની પુછપરછ હાથ ધરી હતી, તેમના નામ અનવારુઅલહલ અંસારી (રહે. વિશ્વનાથનગર, અજીત મિલ પાસે, બાપુનગર) અને અમિત નાગર (રહે પુષ્પકસીટી, હાથીજણ) હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બાઈક લઈને નાસી ગયેલા વ્યક્તિનું નામ પીન્ટુ હતું. ઝડપાયેલા બન્ને લોકોએ અનેક લોકોને પોલીસની ઓળખ આપીને તોડ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ શખ્સો સામે ખોખરા, રખિયાલ, અમરાઈવાડી અને સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા.

આ સમાચાર શેર કરો