આણંદમાં પ્રેમ પ્રકરણમાં બે જૂથો વચ્ચે મોડી રાત્રે અથડામણ, બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત
આણંદના વિદ્યાનગરમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્

આણંદના વિદ્યાનગરમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. વિદ્યાનગરનાં હરિ ૐ નગર સ્મશાન પાસે એક જ કોમનાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. માછી અને ભરવાડ સમાજના 2 જૂથો વચ્ચે યુવતીનાં પ્રેમ પ્રકરણને લઈ બબાલ થતા બે થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે કરમસદ હોસ્પિટલ ખસેડાયા હતા.
જણાવી દઈએ કે આણંદ વિદ્યાનગરના હરિઓમ નગરમાં પ્રેમ પ્રકરણ મુદ્દે મોટી બબાલ થઈ હતી. જેમાં સામસામે પથ્થરમારો થયો હતો. બાઈક સહિત વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચીને મુદ્દો સુલઝાવવાનો પ્રયાસ કર્યો હતો.
જણાવી દઈએ કે દિવસ દરમિયાન આણંદના નવા બસ મથકે છેલ્લા કેટલાક સમયથી વિવિધ રૂટોની એસટી બસો અનિયમિત હોવાની ફરિયાદો અંગે અનેક રજૂઆતો છતાં એસટી વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા હોવાના આક્ષેપ સાથે એબીવીપી કાર્યકરોએ ધરણા કરી બસ રોકો આંદોલન કર્યું હતું. જેને લઈ પોલીસ દોડી આવી હતી અને ધરણા કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી.
આણંદમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બસોની અનિયમિતતાને લઈ વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે એસટી વિભાગના અધિકારીઓને અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હોવાના આક્ષેપ ઉઠયા છે. ત્યારે આણંદના નવા બસ મથક ખાતે શુક્રવારે એબીવીપીના કાર્યકરો સહિતના મુસાફરોએ હોબાળો કર્યો હતો. તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ રામધૂન બોલાવી બસ સ્ટેશન ખાતે ધરણા કર્યા હતા. તેમજ એસટી બસો અટકાવી દેતા શહેર પોલીસ બસ મથકે દોડી ગઈ હતી. જ્યાં ધરણા પર ઉતરેલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. જોકે, બાદમાં તેમને જામીન ઉપર છોડી મૂકવામાં આવ્યા હતા.






