મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ankleshwar : હાઇવે પર હીટ એન્ડ રનની ઘટનામાં મોપેડ સવાર 2 સગી બહેનોના ઘટનાસ્થળે મોત

Ankleshwar News : અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આમળા ખાડી બ્રિજ પર રાત્રે હીટ એન્

Ankleshwar : હાઇવે પર હીટ એન્ડ રનની ઘટનામાં  મોપેડ સવાર 2 સગી બહેનોના ઘટનાસ્થળે મોત

Ankleshwar News : અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર  આમળા ખાડી બ્રિજ પર રાત્રે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં અજાણ્યા વાહનની અડફેટે મોપેડ ઉપર સવાર બે સગી બહેનોના મોત નીપજ્યા હતા,જયારે પિતાને ઈજાઓ પહોંચતા સારવાર માટે  ખસેડવામાં આવ્યા હતા. અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી વાહન લઇ ફરાર થઇ જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. 

અંકલેશ્વરના ભડકોદ્રા ગામ પાસેની  ઇકરા સ્કૂલ નજીક આવેલ શાહીન પાર્ક સોસાયટીમાં રહેતા શેરઅલી ખાન તેમની  બે પુત્રી કનીસ ફાતમા અને સીમા જલાલને લઈને મોપેડ પર ગઈકાલે 17મી જુલાઈના રોજ  રાત્રીના અરસામાં  મોહરમ પર્વ નિમિત્તે તાજીયાનું ઝુલુસ જોવા  માટે અંકલેશ્વર શહેર વિસ્તારમાં ગયા હતા.

તાજીયાનું ઝુલુસ જોઈ  તેઓ મોપેડ ઉપર ઘરે પરત તેઓ ફરી રહ્યા હતા તે દરમિયાન નેશનલ હાઇવે પર આમલા ખાડીના ઓવરબ્રિજ ઉપર  પૂરઝડપે જતા અજાણ્યા વાહનના ચાલકે તેમની મોપેડને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં  પિતા શેરઅલી ખાન અને બંને પુત્રીઓ માર્ગ પર પટકાયા હતા.અકસ્માતમાં  ગંભીર ઇજાના પગલે 17 વર્ષીય કનીજ ફાતમા અને 16 વર્ષીય સીમા જમાલના  ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે શેરઅલી ખાનને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

 અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઇ ફરાર થઈ ગયો હતો. અકસ્માતની  જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બંન્ને બહેનોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી  ફરાર વાહનચાલક  વિરુદ્ધ ગુન્હો નોંધી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો