મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banaskantha: દાંતીવાડા ડેમના ગેટ ખોલવાના સમયને લઇ બે અધિકારોની અલગ-અલગ જાહેરાત, લોકોમાં તર્ક વિતર્ક

બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડેમના ગેટ ખોલવાના સમયને લઈને વહીવટી તંત્રમાં વિવાદ

Banaskantha: દાંતીવાડા ડેમના ગેટ ખોલવાના સમયને લઇ બે અધિકારોની અલગ-અલગ જાહેરાત, લોકોમાં તર્ક વિતર્ક

બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડેમના ગેટ ખોલવાના સમયને લઈને વહીવટી તંત્રમાં વિવાદ ઉભો થયો છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરે પહેલા સવારે 11 વાગ્યે પાણી છોડવાની જાહેરાત કરી હતી, જેના કેટલાક કલાકો પછી જિલ્લા કલેકટરે આ સમયને બદલીને સાંજે 5:30 વાગ્યે ગેટ ખોલવાની નવી જાહેરાત કરી. આ બે અલગ-અલગ જાહેરાતોથી લોકોમાં મૂંઝવણ અને તર્ક-વિતર્ક થયો છે. 

પ્રથમ જાહેરાત: ડીસા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરે ડેમમાંથી પાણી છોડવાનો સમય સવારે 11 વાગ્યે જાહેર કર્યો હતો. આ જાહેરાતને કારણે ખેડૂતો અને સ્થાનિક લોકો તૈયારીઓ કરવા માંડ્યા હતા.

જિલ્લા કલેકટરે અચાનક સમય બદલીને સાંજે 5:30 વાગ્યે ગેટ ખોલવાની નવી જાહેરાત કરી. ડેમ ગેટ ખોલવા બાબતે બે ભિન્ન ભિન્ન અધિકારોની અલગ-અલગ જાહેરાતથી લોકોમાં પણ કુતુહલ જોવા મળ્યું છે. લોકો પૂછી રહ્યા છે કે કઈ જાહેરાત સાચી છે. 

આ સમાચાર શેર કરો