મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાસણગીરમાં વનવિભાગના કર્મચારીઓએ સરકારના બે સિનિયર અધિકારીઓને ઢીબી નાખ્યાં, જાણો શું છે મામલો

સાસણગીરમાં પરિવાર સાથે ફરવા ગયેલા ગુજરાત સરકારના બે સિનિયર અધિકાર

સાસણગીરમાં વનવિભાગના કર્મચારીઓએ સરકારના બે સિનિયર અધિકારીઓને ઢીબી નાખ્યાં, જાણો શું છે મામલો

સાસણગીરમાં પરિવાર સાથે ફરવા ગયેલા ગુજરાત સરકારના બે સિનિયર અધિકારીઓને વનવિભાગના કર્મચારીઓએ ઢીબી નાખ્યાં હતા, જો કે બાદમાં વનવિભાગના કર્મચારીઓને જાણ થઇ કે તેમણે જેમને ઢીબ્યા એ કોઈ સામાન્ય માણસો નથી પણ ગુજરાત સરકારના એક IAS અને બીજા IFS અધિકારી છે. 

આ પણ વાંચો : શંખવાડમાં ગર્ભવતી ગાયની હત્યા કરનારા 6 આરોપીઓ  પકડાયા, ગામમાંથી લઘુમતી પરિવારો ભાગી ગયા

સાસણગીરમાં પરિવાર સાથે ફરવા આવ્યાં હતા સિનિયર અધિકારીઓ

આ ઘટના ગત તારીખ 31 ઓક્ટોબરની છે.  ગુજરાત સરકારના સિનિયર અધિકારીઓ IAS જે. રણજીતકુમાર અને બીજા IFS ટી.કરુપ્પાસ્વામી સાસણગીરમાં પરિવાર સાથે ફરવા આવ્યાં હતા. રાત્રે ફરીને તેઓ ત્યાં આવેલી એક ફોરેસ્ટ કોલોની પાસે આવ્યાં, જ્યાં ઈંડાની લારી પર ઈંડા ખાવા માટે ઉભા રહ્યા હતા. તેમની સાથે બાળકો પણ હતા. આ દરમિયાન એક બાળકને પેશાબ લગતા તેના પિતાએ ફોરેસ્ટ કોલોનીના ગેટ પાસે પેશાબ કરાવવા લઇ ગયા હતા. 

મહિલા ફોરેસ્ટ ગાર્ડે બાળકને પેશાબ કરાવતા રોક્યાં 

ત્યાં હાજર એક મહિલા ફોરેસ્ટ ગાર્ડે તેમને રોકતા કહ્યું કે અહીં ફોરેસ્ટ કોલોની છે માટે તમે અહીંયા બાળકને પેશાબ ન કરાવો. તો સામે બાળકના પિતાએ  મહિલા ફોરેસ્ટ ગાર્ડને ધમકી ભરેલા સ્વરે હિન્દી ભાષામાં કહ્યું હતું, “તું મને ઓળખતી નથી હું કોણ છું.”

વનવિભાગના કર્મચારીઓએ સરકારી અધિકારીઓને ઢીબી નાખ્યાં

આ દરમિયાન વનવિભાગનો અન્ય અધિકારી કોલોનીમાંથી આવે છે અને   જુએ છે કે કોઈ હિન્દીભાષી વ્યક્તિ મહિલા ફોરેસ્ટ ગાર્ડને ધમકાવી રહ્યો છે. ત્યારબાદ વનવિભાગના કર્મચારીઓઓ અને સરકારના સિનિયર અધિકારીઓ વચ્ચે મારકૂટ થઇ હતી. સરકારના સિનિયર અધિકારીઓએ  વનવિભાગના કર્મચારીઓને ધમકી આપતા કહ્યું, “હવે જોઈ લેજો…અમે કોણ છીએ …અને શું કરી શકીએ છીએ.”

આ પણ વાંચો : જામનગરમાં યુવતી પર 3 શખ્સોએ આચર્યું સામુહિક દુષ્કર્મ, નોંધાઈ પોલીસ ફરિયાદ

ગાંધીનગરથી DCFને ફોન આવ્યાં, બંને પક્ષે થયું સમાધાન 

વનવિભાગના કર્મચારીઓએ પોતાના ઉપ્રી અધિકારી DCF મોહનરાવને આ સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી. બીજી બાજું બંને સિનિયર અધિકારીઓએ ગાંધીનગર સરકારી કચેરીમાં ઘટનાની જાણ કરતા DCF મોહનરાવને ગાંધીનગરથી ફોન કરવામાં આવ્યાં હતા અને કહેવામાં આવ્યું હતું કે  વનવિભાગના કર્મચારીઓ જેમને ઢીબ્યા એ સરકારના સિનિયર અધિકારીઓ છે. હાલમાં બંને પાસખે સમાધાન થઇ ગયુ છે. સરકારના સિનિયર અધિકારીઓએ કહ્યું કે જે કંઈપણ થયું એ ગેરસમજણને કારણે થયું હતું. 

આ સમાચાર શેર કરો