મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આણંદ-નડિયાદમાં છેલ્લા 24 કલાકમાં બે માર્ગ અકસ્માતની ઘટના, એકનું મોત તો 6 ઘાયલ

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આણંદ અને નડિયાદમાં છેલ્લા

આણંદ-નડિયાદમાં છેલ્લા 24 કલાકમાં બે માર્ગ અકસ્માતની ઘટના, એકનું મોત તો 6 ઘાયલ

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આણંદ અને નડિયાદમાં છેલ્લા 24 કલાકમાં બે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  નડિયાદની પીપલગ ચોકડીથી પીપળાતા જવાના રોડ પર કારે બાઈક અને ટુવ્હીલરને અડફેટે લીધા હતા. આ રસ્તો છેલ્લા બે વર્ષથી નિર્માણાધીન હોવાથી રસ્તા પર મેટલ અને કપચી પથરાયેલી હતી. પરિણામે નીચે પટકાયેલા ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ કારચાલકને મેથીપાક ચખાડયો હતો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડયાં હતાં. જ્યારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફરિયાદની તજવીજ હાથ ધરી છે. 

કારના ચાલકે એક બાઈક અને એક્ટિવાને અડફેટે લીધી

નડિયાદની પીપલગ ચોકડીથી પીપળાતા જવાના રોડ પર પુરઝડપે આવેલા કારના ચાલકે એક બાઈક અને એક્ટિવાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં બાઈક અને ટુવ્હીલર ઉપર સવાર લોકો નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. નોંધનીય છે કે, આ રોડની કામગીરી છેલ્લા બે વર્ષથી ગોકળગતિએ ચાલી રહી છે. માર્ગ અને મકાન (સ્ટેટ) અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે હજૂ સુધી રોડની કામગીરી અદ્ધરતાલ હોવાના આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યા છે. 

કારચાલક યુવકને પકડીને મેથીપાક ચખાડયો

રોડ પર મેટલ અને કપચી પથરાયેલી હોવાથી ચાર વ્યક્તિઓ નીચે પટકાતા ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને કારચાલક યુવકને પકડીને મેથીપાક ચખાડયો હતો. તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સો પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. ચાર પૈકી ત્રણ ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. બેફામ બનેલા વાહનચાલકો તથા માર્ગ અને મકાન વિભાગની બેદરકારીના કારણે અકસ્માતો સર્જાતા સ્થાનિકો સહિત વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો હતો.

ઉમરેઠમાં બે બાઈકો વચ્ચે અકસ્માત


ઉમરેઠના શીલીયાપુરાના પાટિયા પાસે ઘરખુણિયા કેનાલવાળા રસ્તા પર બુધવારે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને બાઈકના ચાલક સહિત ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી. શીલીયાપુરા ગામના બે ઈજાગ્રસ્તોને ઉમરેઠ કરમસદ અને બાદમાં વડોદરા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં મોડી રાત્રે આધેડનું મોત નિપજ્યું હતું. આ અંગે ઉમરેઠ પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: VIDEO: જીવના જોખમે સવારી કરનાર દ્રશ્યો જોઈને તમે કંપ કંપી ઉઠશો, દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

શીલીયાપુરા ગામે રહેતા વિનુભાઈ શનાભાઈ પરમાર સાંજે સાડા છ વાગ્યે ઘરખુણિયા ગામે ડેરીએ દૂધ ભરાવવા જઈ રહ્યા હતા. ત્યારે ઘરખુણિયા કેનાલવાળા રસ્તા પર શીલીયાપુરાના પાટિયા પાસે સામેથી પુર ઝડપે આવેલા બાઈક ચાલકે વિનુભાઈની બાઈકને ટક્કર મારી હતી. પરિણામે વિનુભાઈ અને તેમની પાછળ બેઠેલા પરેશભાઈ કનુભાઈ ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સામાપક્ષે અકસ્માત સર્જનારા બાઈક ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. આ અંગે સ્થાનિકોએ વિનુભાઈના ભાઈ પશાભાઈને જાણ કરતા તે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વિનુભાઈ તથા પરેશભાઈને ૧૦૮ મારફતે ઉમરેઠની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપી કરમસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

આ સમાચાર શેર કરો