કૃષ્ણનગર હીરાવાડી વિસ્તારમાં 40 લાખની લૂંટ ચલાવી બે શખ્સો ફરાર
ગુજરાતમાં ગુનાખોરીની પરાકાષ્ઠા વધી રહી છે, ત્યારે અમદાવાદમાં દુષ્કર્મ, હત્યા, મારામા

ગુજરાતમાં ગુનાખોરીની પરાકાષ્ઠા વધી રહી છે, ત્યારે અમદાવાદમાં દુષ્કર્મ, હત્યા, મારામારી, લૂંટ, નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરવું, હિટ ઍન્ડ રન કેસ સહિતના ગુનાઓ દિવસે-દિવસે વધી રહ્યાં છે. ત્યારે આજે વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે.
અમદાવાદના કૃષ્ણનગર હીરાવાડી વિસ્તારમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે. બાઈક પર સવાર 2 અજાણ્યા બુકાનીધારી માણસોએ 40 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
સમગ્ર મામલે અમદાવાદ ઝોન 4 LCB અને કૃષ્ણનગર પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.






