રાજ્યમાં અકસ્માતની બે અલગ અલગ ઘટનામાં બે લોકોના મોત, ત્રણ ઇજાગ્રસ્ત
ગુજરાતમાં અકસ્માતની બે અલગ અલગ ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત

ગુજરાતમાં અકસ્માતની બે અલગ અલગ ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ધોલેરા-ભાવનગર હાઇવે પર પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો જ્યારે અન્ય એક ઘટનામાં ગોધરામાં હિટ એન્ડ રનમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે.
અકસ્માતની અલગ અલગ ઘટનામાં બે લોકોના મોત
ધોલેરા-ભાવનગર હાઇવે પર બે પદયાત્રીને અકસ્માત નડ્યો હતો. હેબતપુર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીને ટક્કર મારતા એક પદયાત્રીનું ઘટનાસ્થળે મોત જ્યારે અન્ય એકને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત પદયાત્રીને 108 મારફતે ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પદયાત્રી સુરતથી ભાવનગર તરફ જઇ રહ્યાં હતા આ દરમિયાન અકસ્માત નડ્યો હતો.
ગોધરામાં હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત
ગોધરામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું મોત થયું છે. ગોધરાના ભુરાવાવ ઓવરબ્રિજ પર કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ પર સવાર ત્રણ વ્યક્તિ પૈકી એકનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે અન્ય બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. બેફામ કાર ચાલક મોપેડ પર સવાર ત્રણ વ્યક્તિઓને અડફેટે લઇને ફરાર થઇ ગયો હતો.








