મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કપડવંજ: રિક્ષા અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત, એકની હાલત ગંભીર

કપડવંજ-આંતરસુબા માર્ગ પર ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા બે લોકોના મોત થયા

કપડવંજ: રિક્ષા અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત, એકની હાલત ગંભીર

કપડવંજ-આંતરસુબા માર્ગ પર ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા બે લોકોના મોત થયા છે જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત

કપડવંજ-આંતરસુબા રોડ પર જલોયા તળાવ પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ લોકો પૈકી બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને 108 એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

બનાવની જાણ થતા જ આંતરસુબા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બન્ને મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે આંતરસુબા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો