ભરૂચ : દહેજમાં પાણીની મહાકાય ટાંકી ફાટતા બે લોકોના મોત, 4 ઘાયલ
ભરૂચના દહેજમાં આવેલી એક કંપનીમાં પાણીની વિશાળ ટાંકી ફાટતા બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 4 કામદારોન

ભરૂચના દહેજમાં આવેલી એક કંપનીમાં પાણીની વિશાળ ટાંકી ફાટતા બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 4 કામદારોને ઈજા પહોંચી છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ તેમજ દહેજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભરૂચ જિલ્લાના દહેજમાં સ્થિત ઇ-પેક પેટ્રોકેમ સોલ્યુશન નામની કંપનીમાં ગઈકાલે રોજ અઢી લાખ લીટરની ચાર લેયરની પાણીની ટાંકી ભરવામાં આવી હતી. જેની પાસે ફાયર સિસ્ટમના ઇન્સ્ટોલેશન અંતર્ગત પંપ, પાઇપ, વગેરેનું કામ ચાલી રહ્યું હતું.
ટાંકી બ્લાસ્ટ થતા ચારે બાજુ પાણીના ફોર્સ સાથે પતરા ઉડ્યા
આ દરમ્યાન અચાનક આ મહાકાય ટાંકી નીચેના ભાગેથી બ્લાસ્ટ થતા ચારે બાજુ પાણીના ફોર્સ સાથે પાઇપ,પતરા વગેરે ધડાકા સાથે ઉડ્યા હતા. પરિણામે ત્યાં કામ કરી રહેલા કોન્ટ્રાક્ટના છ કામદારોને ઇજા થઈ હતી. જેઓને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બે મજૂરના મોત નિપજ્યા છે.
ઘાયલ મજૂરના નામ
કનૈયા સુદર્શન રાજભર
પીન્ટુ કુમાર
વિકાસ સુભાષ શાહ
આશિષ અમલિયાર






