મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠામાં 7 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સની અટકાયત

ગુજરાતમાંથી છાશવારે ગાંજા અને અન્ય ડ્રગ્સ પોલીસના ઓપરેશન દ્વારા ઝડપાતા હોય છે એવામાં સાબરકાંઠા જિલ્લામાંથી એસ.ઓ.જી પોલીસે ભાર

સાબરકાંઠામાં 7 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સની અટકાયત

ગુજરાતમાંથી છાશવારે ગાંજા અને અન્ય ડ્રગ્સ પોલીસના ઓપરેશન દ્વારા ઝડપાતા હોય છે એવામાં સાબરકાંઠા જિલ્લામાંથી એસ.ઓ.જી પોલીસે ભારે માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાની સાથે બે શખ્સની અટકાયત કરવામાં આવી છે.

દાહોદમાં પૂર્વ સરપંચ અને તલાટીની મિલીભગતે આચર્યું લાખો રુપિયાનું કૌભાંડ

સાબરકાંઠાના ઋષિ નગર વિસ્તારમાંથી બે લોકોને એસ.ઓ.જી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. રુપિયા 74 હજારની કિંમતનો કુલ 7 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ અંગે બે લોકો સામે કાર્યવાહી હાથ ધરાવામાં આવી છે.

આ સમાચાર શેર કરો