મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: ફતેહગંજ બ્રિજ નીચે કારમાંથી મળ્યું ડ્રગ્સ, SOGએ બે શખ્સોની કરી ધરપકડ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાવાવનો સિલસિલો યથાવત રહ્યો છે. યુવાધનને નશ

વડોદરા: ફતેહગંજ બ્રિજ નીચે કારમાંથી મળ્યું ડ્રગ્સ, SOGએ બે શખ્સોની કરી ધરપકડ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાવાવનો સિલસિલો યથાવત રહ્યો છે. યુવાધનને નશાના રવાડા ચઢાવવાના વાંરવાર પર્દાફાશ થતો રહેતો રહે છે, ત્યારે આ વચ્ચે વડોદરામાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. વડોદરાના ફતેગંજ બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી આ ડ્રગ્સ ઝડપાયું છે.

SOGએ બાતમીના આધારે કાર સાથે બે શખ્સોને પણ દબોચ્યા

SOGએ બાતમીના આધારે કાર સાથે બે શખ્સોને પણ દબોચ્યા હતા. વડોદરા SOGએ બન્ને શખ્સોની પૂછપરછ કરી હતી, તે દરમ્યાન સામે આવ્યું કે બન્ને પેડલર છે. કારમાં લાખોની કિંમતનું પ્રતિબંધિત ડ્રગ્સ હતું. 

મહેસાણા પાસિંગની કાર સાથે આ બન્ને શખ્સો ડ્રગ્સની ડિલિવરી માટે વડોદરા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બન્ને શખ્સો કોને ડ્રગ્સ પહોંચાડવા આવ્યા હતા, તેની તપાસ પણ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો