મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીધામ આંગડિયા અપહરણકાંડ: જેલમાં જ કુખ્યાત હિતેન્દ્રસિંહને મળી હતી ટીપ, સોપારી કાંડમાં ડિસમિસ્ડ પોલીસકર્મી સહિત વધુ બેની ધરપકડ

ગુજરાતમાંથી અવારનવાર અપહરણ અને ખંડણીની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં કચ્છમાંથી અપહરણનો મામલો સામે આવ્યો છે.

ગાંધીધામ આંગડિયા અપહરણકાંડ: જેલમાં જ કુખ્યાત હિતેન્દ્રસિંહને મળી હતી ટીપ, સોપારી કાંડમાં ડિસમિસ્ડ પોલીસકર્મી સહિત વધુ બેની ધરપકડ

ગુજરાતમાંથી અવારનવાર અપહરણ અને ખંડણીની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં કચ્છમાંથી અપહરણનો મામલો સામે આવ્યો છે. કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આંગડિયા પેઢી સંચાલકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે, બાદમાં તેઓ સુરક્ષિત મળી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે અપરહણકર્તાઓ સામે તપાસની પ્રક્રિયા હાથ ધરી છે.

હિતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા કરણસિંહ ઝાલાએ કાવતરું રચ્યું

મોરબીના સનાડા ગામે રહેતા અપહરણના મુખ્ય સુત્રધાર હિતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા કરણસિંહ ઝાલાએ આંગડિયાના અપહરણનુંકાવતરું રચ્યું હતું. આરોપી હિતેન્દ્રસિંહ સાને અગાઉ 13 ગુનાઓ નોંધાયેલા છે. જે ગુના સંદર્ભેે હિતેન્દ્સિંહ ગળપાદર જેલમાં હતો, ત્યારે તેને કોઈ સ્થાનિક કેદીએ આંગડિયા પેઢીના સંચાલક કેતનભાઈ કાકરેચા પાસે કરોડો રૂપિયા હોવાની માહિતી આપી હતી. રાતોરાત કરોડપતી બનવા પોતાના બોડીગાર્ડ તુષાત ઉર્ફે સુરજ ઉર્ફે ટાઈગર લેખરાજ વાસુને ગાંધીધામ મોકલી આંગડિયા પેઢીના સંચાલકના ઘર અને ઓફિસની રેકી કરાી હતી. અપહરણની ઘટનાને અંજામ આપવા રાજસ્થાનથી ગેંગ બોલાવી હતી.

પૂર્વ ASI કિરિટસિંહ ઝાલાએ રાજસ્થાનની ગેંગ સાથે પેટ્રોલ પંપ પર કરી હતી મિટીંગ

અપહરણ કરાયું પણ પોલીસ બંદોબસ્ત જોઈ અપહરણકારો કારને જંગી તરફ લઈ ગયા હતા. ત્યાં વોકળામાં કાર ફસાઈ જતાં વેપારી અને કાર છોડીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મુખ્ય સુત્રધાર હિતેન્દ્રસિંહ ઝાલાના બોડીગાર્ડ તુશાંત ઉર્ફે સુરજ ઉર્ફે ટાઈગર લેખરાજ વાસ પકડતાં એવી વિગતો ખુલી છે કે તેણે પોતાના વતન રાજસ્થાનથી કુખ્યાત આરોપીઓની ગેંગ બોલાવી હતી. ગેંગના માણસો મોરબી આવ્યા હતા. જ્યાં આરોપીઓની રહેવા-ખાવાની સવલતો પુરી પાડવામાં આવી હતી.

મુખ્ય સુત્રધાર આરોપીના ફાર્મમાં લઈ જવાનો પ્લાન બનાવ્યો હતો

આરોપીઓએ કેતનભાઈને મોરબી ખાતે મુખ્ય સુત્રધાર આરોપીના ફાર્મમાં લઈ જવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે પોલીસે તેને નિષ્ફળ બનાવ્યો હતો. આ બનાવમાં સોપારી કાંડનાં ડીસમીસ કરાયેલાં પૂર્લ પોલીસ કર્મચારી કિરિટસિંહ બળદેવ સિંહ ઝાલા અને અંજારની કામધેનું સોસાયટીમાં રહેતા મયૂર શંભુભાઈ હેઠવાડિયાનું નામ ખુલકા ગાંધીધામ એ ડિવિઝવ પોલીસે તેમની ધરપકડ કરી છે.

આ સમાચાર શેર કરો