મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kutch: આંગડિયા પેઢીના સંચાલક અપહરણ બાદ સુરક્ષિત મળી આવ્યા, પોલીસ તપાસ શરુ

Kutch News: ગુજરાતમાંથી અવારનવાર અપહરણ અને ખંડણીની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં કચ્છમાંથી અપહરણનો મામલો સામે આવ્

Kutch: આંગડિયા પેઢીના સંચાલક અપહરણ બાદ સુરક્ષિત મળી આવ્યા, પોલીસ તપાસ શરુ

Kutch News: ગુજરાતમાંથી અવારનવાર અપહરણ અને ખંડણીની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં કચ્છમાંથી અપહરણનો મામલો સામે આવ્યો છે. કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આંગડિયા પેઢી સંચાલકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે, બાદમાં તેઓ સુરક્ષિત મળી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે અપરહણકર્તાઓ સામે તપાસની પ્રક્રિયા હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, ગાંધીધામની સંકેતનીધિ આંગડિયા પેઢીના સંચાલકનું બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું. આંગડિયા પેઢી સંચાલક કેતન કાંકરેચાને કારમાં આવેલા શખ્સો અપહરણ કરી ગયા હતા. સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. પૂર્વ કચ્છ પોલીસે વિવિધ ટીમો બનાવી તાત્કાલિક કાર્યરત થઈ આરોપીઓનું પીછો કરતા પેઢી સંચાલક સુરક્ષિત મળી આવ્યા છે. ભચાઉના જંગી પાસે ભોગ બનનાર આંગડિયા પેઢી સંચાલક સુરક્ષિત મળી આવ્યા છે. કાર મૂકી ભાગી જનાર આરોપીઓની ધરપકડ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો