મુંબઈ એરપોર્ટ પર ડ્રગ્સનું પાર્સલ પકડાયું છે કહી 23.30 લાખ પડાવી લેવાના કેસમાં વધુ બે આરોપી ઝડપાયા
થોડા દિવસ અગાઉ વેપારીને ખોટી ઓળખ આપી ધાક ધમકીથી છેતરી લેવામાં આવ્યો હતો. મુંબઇ એરપોર્ટ ઉપર

થોડા દિવસ અગાઉ વેપારીને ખોટી ઓળખ આપી ધાક ધમકીથી છેતરી લેવામાં આવ્યો હતો. મુંબઇ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગ દ્વારા પાર્સલમાંથી ૨૦૦ ગ્રામ એમ.ડી. તથા અન્ય વસ્તુઓ સીઝ કર્યાનું કહ્યું હતું. સાથે જ પોલીસનું ખોટુ ઓળખપત્ર તેમજ નોટીસો મોકલી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ સાથે જ 23.30 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરનાર વધુ બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કાવતરૂં રચાયું હતું
આ કેસમાં સંડોવાયેલા આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદીને ફેડેક્સ કુરીયર કંપનીમાંથી અલ્પેશ શર્મા બોલતા હોવાની ખોટી ઓળખ આપી હતી. ફેડેક્સ કુરીયરમાં ફરીયાદીના નામનું પાર્સલ મુંબઇ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગ દ્વારા પાંચ પાસપોર્ટ, ચાર ક્રેડિટ કાર્ડ, એક લેપટોપ. ૨૦૦ ગ્રામ એમ.ડી. આર.ટી., એક સાડી, ચાર કિલો કપડા સીઝ કરેલ હોવાનું જણાવ્યું હતું. તથા વોટ્સએપથી ફોન કરી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર પ્રકાશકુમાર તરીકેની ખોટી ઓળખ આપી મુંબઇ પોલીસનું કમિશ્નર ઓફ પોલીસની સહી વાળુ બનાવટી ઓળખપત્ર મોકલી આપ્યું હતું. ત્યારબાદ અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી વોટ્સએપથી DCP ડોક્ટર બાલસીંગ રાજપુત તરીકેની ખોટી ઓળખાણ આપી હતી. ત્યારબાદ ધમકી આપી 23.30 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાયા હતાં.
અત્યાર સુધીમાં પકડાયેલા આરોપી
નેવીલ ઉર્ફે બિટુ મહેશભાઇ અંબાલાલ
મહેશભાઇ પ્રવિણભાઇ સંધ્યા
ધ્રુવ ઉર્ફે ધુલો પરસોતમભાઇ વલ્લભભાઇ વેકરીયા
પાર્થ ધીરજલાલ લવાભાઇ જોધાણી
મુસ્તુફા ઉર્ફે રાજુ પ્લાસ્ટીક યુનુસ નવિવાલા
મોઇન અલ્તાફભાઇ ઇંગારીયા
રૂપિયા USDT ટ્રાન્સફર કરતા
અમદાવાદ શહેર ખાતેથી કબજો મેળવી આ ગુન્હાના કામે અટક કરાયેલા આરોપીઓએ અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો લઇ તેમાં છેતરપિંડીના રૂપિયા લીધા હતાં. મુખ્ય આરોપીઓને USDT ટ્રાન્સફર કરતા હોવાની હકીકત જણાઇ આવેલ છે. તેઓએ આ USDT કોને ટ્રાન્સફર કરેલ છે તે બાબતે આગળની વધુ તપાસ ચાલુ છે.








