મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં હિટસ્ટ્રોકના કારણે 2ના મોત, 10ની હાલત ગંભીર

two men die due to heatstroke in Ahmedabad | અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી આગ ઝરતી ગરમીનો અનુભવ શહેરીજનો કરી રહયા છે. બે દિવસમાં 200 થી વધુ ગરમી સંબંધિત બિ

અમદાવાદમાં હિટસ્ટ્રોકના કારણે 2ના  મોત, 10ની હાલત ગંભીર

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી આગ ઝરતી ગરમીનો અનુભવ શહેરીજનો કરી રહયા છે. બે દિવસમાં 200 થી વધુ ગરમી સંબંધિત બિમારીના કેસ નોંધાયા છે. 70 થી વધુ લોકોએ હાઈફીવર હોવાથી 108  મારફત અલગ અલગ હોસ્પિટલમાં સારવાર મેળવવી પડી હતી. અમદાવાદનુ મહત્તમ તાપમાન 46  ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી જતા શહેરીજનો સવારથી જ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. દરમિયાન આજે હિટસ્ટ્રોકના કારણે 2 વ્યક્તિઓના મોત થયા છે. 

હિટસ્ટ્રોકના કારણે 2 પુરુષોના મોત

અમદાવાદ શહેરમાં આજે હિટસ્ટ્રોકના કારણે બે પુરુષ દર્દીઓના મોત થયા છે. આ બંનેમાં એકની ઉંમર 35 અને બીજાની 55 છે. હિટસ્ટ્રોકના કારણે આ બંનેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક દર્દીને 104 ડીગ્રી તાપમાન સાથે દાખલ કરાયા હતા, જ્યારે બીજાને 105 ડીગ્રી સાથે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન આ બંનેના મોત થયા છે. સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોકની અસરવાળા કુલ 41 દર્દીઓ દાખલ છે, જેમાંથી 10 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. 

કોર્પોરેશન હસ્તકની જુદી-જુદી હોસ્પિટલમાં ત્રણ દિવસમાં 106થી વધુને સારવાર અપાઈ 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની જુદી-જુદી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં ગરમી સંબંધિત બિમારી અંગે 106થી વધુ દર્દીઓને સારવાર આપવામા આવી છે.ઉપરાંત ગરમી સંબંધિત બિમારી જેવી કે પેટમાં અસહય દુખાવો થવો, ઉલટી કે ડાયોરીયા થવા, હાઈફીવર અથવા તો સર્વાઈકલ હેડેક જેવી તકલીફને લઈ સારવાર મેળવવા 108ની પણ શહેરીજનો મદદ લઈ રહ્યાં છે. 

આ સમાચાર શેર કરો