મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં દાઝેલા પરિવારના 4માંથી બે માસૂમના મોત, ગેસ લાઈન લીકેજથી લાગી હતી આગ

સુરતના ગોડાદરામાં ખોદકામ કરતી વેળા ગુજરાત ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળી હતી. આગ વિકર

સુરતમાં દાઝેલા પરિવારના 4માંથી બે માસૂમના મોત, ગેસ લાઈન લીકેજથી લાગી હતી આગ

સુરતના ગોડાદરામાં ખોદકામ કરતી વેળા ગુજરાત ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બે માસૂમ બાળકો અને તેમના માતા-પિતા દાઝી ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીની સ્થિત સર્જાઈ હતી. દાઝી ગયેલા પરિવારના ચાર સભ્યોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, બંને બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે જ્યારે માતાની હાલત ગંભીર છે.

આ પણ વાંચોઃ થર્ટી ફર્સ્ટે સુરતમાં સરસ્વતીના ધામમાં છલકાયા જામ, યુનિવર્સિટીની હોસ્ટેલમાં રેડ પડતાં 3 ભાગ્યા એક પકડાયો

દુકાનો આગની ઝપેટમાં આવી

ગોડાદરા વિસ્તારમાં સુપર સિનેમા સામે આવેલ કેશવનગરમાં મેઈન રોડની સાઈડમાં ગુરૂવારે સવારે DGVCL દ્વારા ખાડો ખોદી કેબલ નાખવાની કામગીરી કરવામાં આવી રહ્યી હતી. આ દરમિયાન ગુજરાત ગેસની મુખ્યલાઈન પસાર થઇ રહી હતી. ત્યારે ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા ગેસ લીકેજ થવાને પગલે તેમાં આગ લાગી ગઈ હતી. ગેસને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને નજીકમાં આવેલા મોબાઈલ, કોસ્મેટીક, કાપડ તથા કટલેરીની દુકાન પણ આગની ઝપેટમાં આવી હતી. 

પરિવાર શોકમાં ગરક

આ દરમિયાન બિલ્ડીગમાંથી બહાર નીકળી રહેલા પરિવારના સભ્ય સુરજકુમાર ફૌજદાર નિષાદ, પત્ની પરમીલા સુરજકુમાર નિષાદ, પુત્રી પરીધી અને પુત્ર શીવાંશ આગની જ્વાળાઓથી દાઝી ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિધિ નિશાદનું મોત નીપજ્યું છે. કંપનીની બેદરકારીને કારણે આખો પરિવાર તો દાઝ્યો હતો પરંતુ, બાળકીનું મોત થઈ જતા માતા-પિતા શોકમાં ગરકાવ થઈ ગયા છે.

આ સમાચાર શેર કરો