મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amedabad/ એક જ રાત્રે બે ગમખ્વાર અકસ્માત, GST બ્રિજ પરથી પટકાતા એક્ટિવા ચાલકનું કમકમાટીભર્યું મોત

અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડાવતા વાહનચાલકોને કારણે&nbs

Amedabad/ એક જ રાત્રે બે ગમખ્વાર અકસ્માત, GST બ્રિજ પરથી પટકાતા એક્ટિવા ચાલકનું કમકમાટીભર્યું મોત

અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડાવતા વાહનચાલકોને કારણે  એક રાતમાં બે ગમખ્વાર અકસ્માત સર્જાયા છે.  અમદાવાદના રાણીપ અને જીએસટી બ્રિજ વિસ્તારમાં સર્જાયેલા બે અલગ-અલગ અકસ્માતોમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે.

GST બ્રિજ પર કાળમુખો અકસ્માત: યુવક બ્રિજ નીચે પટકાયો

સૌથી હૃદયદ્રાવક ઘટના જીએસટી (GST) બ્રિજ પર બની હતી. અહીં એક બેફામ ગતિએ આવી રહેલી કારના ચાલકે એક્ટિવા સવાર યુવકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે એક્ટિવા ચાલકકિશનભાઈ હવામાં ફંગોળાઈને સીધા બ્રિજ નીચે પટકાયા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે કિશનભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી રહી છે.

રાણીપ ડી-માર્ટ પાસે ટક્કર: XUV કારનો કુરચો

બીજી ઘટના રાણીપ વિસ્તારમાં આવેલા ડી-માર્ટ પાસે બની હતી. અહીં એક પિકઅપ વાનના ચાલકે સામે આવી રહેલી XUV કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં XUV કારમાં સવાર એક વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

આ સમાચાર શેર કરો