PANCHMAHAL: ગોધરા અને ઘોઘંબા તાલુકામાંથી બે નકલી ડોક્ટર ઝડપાયા, દવા-સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત
Panchmahal News : પંચમહાલ જિલ્લાના ગોધરા અને ઘોઘંબા તાલુકામાંથી એસ.ઓ.જી પોલીસે બે નકલી ડોકટરોન

Panchmahal News : પંચમહાલ જિલ્લાના ગોધરા અને ઘોઘંબા તાલુકામાંથી એસ.ઓ.જી પોલીસે બે નકલી ડોકટરોને ઝડપી પાડયા છે. ગોધરાના રહેમતનગર અને ઘોઘંબાના વિરાપુરા ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવનાર ઉમર ફારુક યુસુફ વાઢેલ અને રમજાની સુલેમાન બિદાની નામના બે નકલી ડૉક્ટરની પોલીસે ધરપકડ કરી છે.
કોઈપણ પ્રકારની તબીબી ડીગ્રી વિના ગેરકાયદે દવાખાનુ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. એસ.ઓ.જી પોલીસે બંનેની ધરપકડ કરી બન્નેના દવાખાનમાંથી એલોપેથિક દવા તથા સાધનો મળી કુલ રૂપિયા 55 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી છે.
ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોના સ્વાસ્થ સાથે ચેડાં કરનાર બોગસ તબીબો પર આરોગ્ય વિભાગ ક્યારે કાર્યવાહી કરશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.






